Shree Madhyamik Shala - Pethapur, Taluka- Jhalod.
Shree Madhyamik Shala - facility

સુવિધાઓ

પીવાનું પાણી

શાળામાં વિદ્યાર્થીઓને પીવા માટે સબમર્સીબલ બોર દ્વારા  ચકાસણી કરેલ શુધ્ધ પાણી પીવા માટે આપવામાં આવે છે. પીવાના પાણી માટે માટલા, કોઠીઓ, ગ્લાસ દરરોજ સાફ સફાઇ કરીને ભરવામાં આવે છે. નકામા પાણીના નીકાલની પૂરતી વ્યવસ્થા છે. બાળકોને પીવાના પાણી વિશે જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને પાણીનો પૂરવઠો પુરો પાડવામાં આવે છે.

રમત - ગમત

શાળામાં રમત ગમતનું વિશાળ મેદાન છે. જેની આસપાસ ફરતે કમ્પાઉન્ડ વોલ છે. મેદાનમાં વોલીબોલનું મેદાન, ખો-ખો નું મેદાન, ૧00મીટર દોડ ટ્રેક, વગેરે છે. શાળામાં રમત ગમતના પુરતા સાધનો છે. જેનો વિદ્યાર્થીઓને પુરો લાભ આપવામાં આવે છે. તાલીમ પામેલ વ્યાયામ શિક્ષક દ્વારા તમામ રમતો અને સ્પર્ધાઓ યોજવામાં આવે છે. વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવે છે. સપ્તાહમાં એક દિવસ વિદ્યાર્થીઓને સામુહિક કવાયત કરાવવામાં આવે છે. યોગ અને આસનો શિખવવામાં આવે છે. વિદ્યાર્થીઓ શાળા અને તાલુકા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લે છે.

કોમ્પ્યુટર વિષયક બાબતો

શાળામાં અલગ કોમ્પ્યુટર રૂમ છે. જેમા સરકારશ્રી તરફથી મળેલ ૧૧ કમ્પ્યુટર, ૪૨ ઇંચનુ એલ.સી.ડી. ટી.વી. છે. જેના દ્વારા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર વિષયક માર્ગદર્શન અને  અભ્યાસ કરાવવામાં આવે છે. કોમ્પ્યુટર રૂમમાં પંખા, લાઇટની સુવિધા છે. કોમ્પ્યુટરની સાથે સ્કેનર અને પ્રિન્ટરની સુવિધા પણ છે.

સભાખંડ/સેમીનાર ખંડ

શાળામાં અલગથી એક સભાખંડ છે. જેમા દરરોજ સવારે સમૂહ પ્રાર્થના, સમાચાર, વાંચન, સુવિચારની પ્રવૃત્તિ ચાલે છે. સભાખંડનુ ક્ષેત્રફળ ૧૪૮૩.૬૧ ચોરસ ફુટ છે. તેમા બુલેટીન બોર્ડ છે. જેમા દરરોજ નવી નવી માહિતી મુકવામાં આવે છે. વિવિધ સ્પર્ધાઓ, પ્રવચનો અને ઇતર પ્રવૃત્તિઓનું આયોજન સભાખંડમાં થાય છે. સભાખંડમાં લાઇટ, પંખાની સુવિધા છે.

ડી.ટી.એચ./ટી.વી. રૂમ

શાળામાં ડી.ટી.એચ. અને ટી.વી. ની સુવિધા છે. શાળામાં દુરદર્શન તથા બધીજ ખાનગી ચેનલોની સુવિધા ઉપલબ્ધ છે. શાળાએ પોતે વસાવેલ ડી.ટી.એચ. અને સરકારશ્રી તરફથી મળેલ બીજી ત્રણ ડી.ટી.એચ. ડીશ છે. જેમાં શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારીત કરતી ડીસ દ્વારા વિદ્યાર્થીઓને ટી.વી. દ્વારા શૈક્ષણિક માર્ગદર્શન અપાય છે. વિદ્યાર્થીઓને ઉપયોગી થતા અન્ય કાર્યક્રમો બતાવવામાં આવે છે.

ગ્રંથાલયની વિગત

શાળામાં અલગ ગ્રંથાલયની વ્યવસ્થા છે. ગ્રંથાલયમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને ધ્યાનમાં રાખીને મનોરંજન તથા જ્ઞાનવર્ધક પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના રસ અને રૂચિ પ્રમાણે તેમને વાંચન માટે પુસ્તકો આપવામાં આવે છે. શાળાના શિક્ષકશ્રીઓ પોતે પણ ગ્રંથાલયના પુસ્તકોનું વાંચન કરે છે. ગ્રંથાલયમાં કુલ ૧૫૫0 પુસ્તકોનો સમાવેશ કરેલ છે.

સ્ટાફરૂમ

શાળામાં અલગ સ્ટાફરૂમ છે. જેમા પુરતાખાના (ડ્રોવરો) વાળુ વિશાળ ટેબલ છે. ટેબલની આસપાસ શિક્ષકશ્રીઓને બેસવા માટે વ્યક્તિગત ખુરશીઓ છે. સ્ટાફરૂમમાં શિક્ષકશ્રીઓને ઉપયોગી સાધન સામગ્રી મૂકવા માટે તિજોરી કબાટની વ્યવસ્થા છે.

ચિત્રકલા

શાળામાં અલગથી ચિત્રકલા ખંડ છે. જેમા વિદ્યાર્થીઓને અને શિક્ષકશ્રીને ઉપયોગી ચિત્રોના ચાર્ટસ, સાધનો, કલરબોક્સ, ડ્રોઇંગ કાગળ, ડ્રોઇંગ બોર્ડ વગેરે ઉપલબ્ધ છે. જેના દ્વારા વિદ્યાર્થીઓને ચિત્રકલા વિષયનું શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે.

પ્રયોગ શાળા

શાળામાં અલગ પ્રયોગશાળા છે. જેમા પ્રયોગ માટેનું વિશાળ ટેબલ, વિદ્યાર્થીઓને બેસવા માટે સ્ટુલ, સાધનો મુકવામાં માટેના કબાટો, ચાર્ટસ, અગ્નિશામક સિલીન્ડર છે. વિદ્યાર્થીઓને વિજ્ઞાનના સાધનો દ્વારા શિક્ષણ કાર્ય આપવામાં આવે છે.

શાળાના વર્ગખંડો

શાળામાં ધોરણ ૮નાં ૨ વર્ગો, ધોરણ ૯નાં એક વર્ગ અને ધોરણ ૧0 નો એક વર્ગ એમ કુલ ચાર વર્ગખંડો આવેલા છે. દરેક વર્ગખંડમાં થ્રી સીટર પૂરતી પાટલીઓ, બ્લેક બોર્ડ, ટેબલ, ખુરશી ની સુવિધા છે.

આરોગ્યવિષયક સગવડો

શાળામાં ભાઇઓ અને બહેનો માટે અલગ અલગ સંડાસ, બાથરૂમ, મુતરડીની સુવિધા છે. બહેનો માટે ત્રણ મૂતરડી, ત્રણ બાથરૂમ, અને એક સંડાસ છે. જ્યારે ભાઇઓ માટે ત્રણ મુતરડી અને એક સંડાસ છે. જેની નિયમિત સાફ સફાઇ થાય છે.