Shree Madhyamik Shala - Pethapur, Taluka- Jhalod.
Shree Madhyamik Shala - principal message

આચાર્યશ્રી ની કલમે

શાળાએ વિદ્યાનું મંદિર છે. શાળા એક વિશિષ્ટ પ્રણાલી છે. જ્યાંશિક્ષણ,સંસ્કૃતિ,સંસ્કાર અને સભ્યતાનું સિંચન થાય છે. શાળાની આગવી પ્રણાલીછે. જેની સવિસ્તાર માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. શાળામાંસાંસ્કૃતિક અને ઇતર પ્રવૃતિઓ, પરીક્ષાનું આયોજન, ઉત્સવ ઉજવણી, શૈક્ષણિકપ્રવાસના આયોજનનો સમાવેશ કરવામાં આવે છે. શાળામાં પરિવારની ભાવનાને જાગૃતકરે એવા શાળાના ટ્રસ્ટી, આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચેસેતુ સમાન છે.

શાળાએ પરંપરાગત પધ્ધતિથી શૈક્ષણિક અનુભવોની સાથે-સાથે જ્ઞાન, વિજ્ઞાન અનેટેકનોલોજીના યુગમાં અદ્યતન શૈક્ષણિક પધ્ધતિ, પ્રયુક્તિના અભિગમનાઉપયોગનીશરૂઆત કરી દીધી છે. જેનું સમગ્ર સંચાલન વિષય શિક્ષકો દ્વારા જ થાયછે. અમારી શાળાના શિક્ષકો આ સમગ્ર જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે છે.

શાળાના બાળકોને માત્ર પુસ્તકીયુ જ્ઞાન જ નથી અપાતું પરંતુ બાળકો સર્વાંગીવિકાસ થાય એ હેતુને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રવૃત્તિઓ-પ્રયુક્તિઓ દ્વારાશિક્ષણ આપવામાં આવે છે. આજે જીવન મુલ્યોનું વિઘટન ખૂબ જ ઝડપથી થઇ રહયું છે.તથા સામાજિક જીવનમાં અરાજકતા ભરી સ્થિતિ દિવસે દિવસે વધતી જાય છે. આવાસમયમાં શાળા જ બાળકો માં સંસ્કાર નિમાર્ણ અને આદર્શ માનવનું નિમાર્ણ કરીશકે છે.

આજના શિક્ષણમાં સાધનો વધ્યા છે. ઇમારતો વિકસી છે. ભણાવવાની ટેકનિકો વધીછે. ભણાવનારાઓની સંખ્યા વધી છે. અભ્યાસક્રમોની સંખ્યા પણ વૃધ્ધિ પામી છે.પંરતુ...આમ છતાં સાચું શિક્ષણ જાણે કે ખોવાઇ ગયુ છે. ત્યારે એક સાચો શિક્ષકપોતાનાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને તેમની ઉંમર પ્રમાણે શિક્ષણ સાથેમાર્ગદર્શન આપીને જીવન માટે તૈયાર કરે છે. પાઠય પુસ્તકોનું જ્ઞાન આપવાનીસાથે સાથે એક નિષ્ઠાવાન શિક્ષક કે શિક્ષિકા પોતાનાં બાળકોને માનવીય મુલ્યોઅને જીવનના આદર્શ પૂરા પાડે એ પણ આજના પ્રવર્તમાન યુગમાં એટલુ જ જરૂરી છે.

શ્રી ચેતનકુમાર એમ. પરમાર

આચાર્યશ્રી

પાછા જવુ…..