Shree Madhyamik Shala - Pethapur, Taluka- Jhalod.
Shree Madhyamik Shala - rules

નિતી નીયમો

શાળામાં પ્રવેશ મેળવવા માટેની પ્રક્રિયા ની માહિતી

શાળાનું શૈક્ષણિક વર્ષ જુનમાં શરૂ થાય છે. અને બે સત્રનું હોય છે. પહેલુ સત્ર જુન થી ઓક્ટોબર અને બીજુ સત્ર નવેમ્બર થી એપ્રિલનું હોય છે. એડમીશન માટે વિદ્યાર્થીઓ પાસે શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર, માર્કશીટ અને વેરીફીકેશનનું પ્રમાણપત્ર જરૂરી છે. ગુજરાત બહારના વિદ્યાર્થીઓના એડમીશન માટે શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર પર જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તાક્ષર ફરજીયાત છે. એડમિશનનો અંતિમ નિર્ણય એ શાળાના હાથમાં રહેશે.

ફી સ્વીકારવાના નિયમો

નવો પ્રવેશ લેતા વિદ્યાર્થીઓ માટે પ્રથમ સત્રની ફી અને પ્રવેશ ફી જુન માસમાં ભરવાની રહેશે.
જુના વિદ્યાર્થીઓને માત્ર પ્રથમ સત્ર ફી જુન માસમાં ભરી દેવાની રહેશે.
બીજા સત્રની ફી શાળાના દરેક વિદ્યાર્થીએ નવેમ્બર માસમાં ભરી દેવાની રહેશે.
પ્રવેશ ફી અને સત્ર ફી રોકડથી વર્ગશિક્ષકશ્રી પાસે જમા કરાવવાની રહેશે.
કોઇપણ વિદ્યાર્થીનીફી ભરવાની બાકી હોયતો તેને પરીક્ષા આપવાની મંજુરી મળેશ નહીં, તથા આગલા ધોરણમાં જઇ શકશે નહિં.

ફી ની માહિતી

પ્રવેશ ફી - ૨૫

પ્રથમ સત્ર ફી - ૨૫

દ્વિતીય સત્ર ફી - ૨૫

શાળાનો ગણવેશ

અમે બાળકનો દરેક ક્ષેત્રમાં વિકાસ થાય એ બાબત પર ધ્યાન આપીએ છીએ। અહિયાં વિદ્યાર્થીઓનો આધ્યાત્મિક, નૈતિક, બૌધ્ધિક, સામાજિક, ભાવાત્મક અને શારીરિક વિકાસ થાય એ અમારું કર્તવ્ય છે.

માધ્યમિક શાળાનો ગણવેશ  
વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીનીઓ માટે
નેવી બ્લ્યુ લોંગ પેંટ, સફેદ શર્ટ નેવી બ્લ્યુ પાયજામો, સફેદ સલવાર, નેવી બ્લ્યુ ઓઢણી