Shree Madhyamik Shala - Pethapur, Taluka- Jhalod.
Shree Madhyamik Shala - trustactivities

ટ્રસ્ટનાં હેતુઓ

સદર ટ્રસ્ટ દ્વારા નવીન છાત્રાલય અને નવીન ઉચ્ચતર માધ્યમિક શાળા માટે દરખાસ્ત કરી છે. જેથી શાળાના વિદ્યાર્થીઓને રહેવાની, જમવાની અને ઉચ્ચશિક્ષણની સગવડ મળી રહે. તે ઉપરાંત ટ્રાયબલ સબપ્લાનની મદદથી જરૂરી નાળાકીય સહાય લઇ શાળાની ભૌતિક સગવડો વધારવી. વિદ્યાર્થીઓને સર્વોત્તમ અને ઉચ્ચશિક્ષણ મળી રહે તેવા પ્રયાસ થાય છે.

સાર્વજનિક ટ્રસ્ટના નિયમો મુજબ પબ્લિક ટ્રસ્ટ એકટ મુજબ નોધાયેલા ટ્રસ્ટી દ્વારા કરેલ ઠરાવ જ માન્ય રહેશે જેમાં ૯ ટ્રસ્ટી પૈકી બહુમતી થી કરેલ ઠરાવ ની નોધ ઠરાવ બૂક માં રાખશે સંસ્થાના કર્મચારીના પગારબિલ, ઉચ્ચતર પગાર ધોરણ, બઢતી સમિતિમાં સભ્ય તરીકે પ્રમુખ મંત્રી અને કારોબારી સમિતિના ઠરાવ દ્વારા કરેલ કાર્ય જ માન્ય ગણાશે. 

ટ્રસ્ટનું કાર્યક્ષેત્ર

શાળામાં જાતિના ભેદભાવને બદલે શૈક્ષણિક કાર્યમાં ધ્યાન આપવુ એ અમારો મુખ્ય હેતુ છે. શૈક્ષણિક સંસ્થા દ્વારા જણાવેલ સાધનો તથા વસ્તુઓની સુવિધા પુરી પાડવી. ટ્રસ્ટ દરેક જાતિ અને જુદા જુદા વર્ગોના કલ્યાણ માટે પ્રવૃત્તિમાં રહે છે. શાળાની ભૌતિક સુવિધાઓ પુરી પાડે છે. શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન પુરૂ પાડે છે.તેઓની તમામ પ્રકારની જરૂરીયાતો સંતોષે છે. વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે.